કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઉત્તરાખંડના રૂદ્રપુરમાં એક હજાર બસો 71 કરોડ રૂપિયાના વિવિધ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. શ્રી શાહે રુદ્રપુરમાં આયોજિત ઉત્તરાખંડ રોકાણ મહોત્સવ – ૨૦૨૫માં દેશભરના રોકાણકારો અને ઉદ્યોગસાહસિકો સાથે વાતચીત કરી. આ પ્રસંગે લોકોને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઉત્તરાખંડ જેવા નાના રાજ્યોના વિકાસ વિના દેશનો વિકાસ શક્ય નથી, તેથી કેન્દ્ર સરકારે નાના રાજ્યો અને પૂર્વીય રાજ્યોના વિકાસ પર વિશેષ ધ્યાન આપ્યું છે.
શ્રી શાહે કહ્યું કે આજે ઉત્તરાખંડમાં એક લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે 81 હજારથી વધુ નોકરીઓનું સર્જન થયું છે.
Site Admin | જુલાઇ 19, 2025 7:47 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડમાં એક હજાર બસો 71 કરોડ રૂપિયાના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.