જુલાઇ 18, 2025 7:54 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું રમતગમતને દેશના દરેક ગામ સુધી પહોંચાડવા સરકાર તમામ પ્રયાસ કરી રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું સરકાર રમતગમતને દેશના દરેક ગામ સુધી પહોંચાડવા તમામ પ્રયાસ કરી રહી છે. શ્રી શાહે નવી દિલ્હીમાં 21મી વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સના ભારતીય ટુકડીના સન્માન કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું કે, વિવિધ વય જૂથના બાળકોને વૈજ્ઞાનિક રીતે દરેક રમતમાં પસંદ કરવામાં આવી રહ્યા છે અને તેમજ તાલીમ અપાઇ રહી છે.
શ્રી શાહે કહ્યું કે, ગત દસ વર્ષમાં રમતગમતનું બજેટ પાંચ ગણું થયું છે. સરકાર લગભગ ત્રણ હજાર ખેલાડીને દર મહિને 50 હજાર રૂપિયાની સહાય આપીને 2036 ઓલિમ્પિક માટે તૈયારી કરી રહી છે. શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત 2036 ઓલિમ્પિકમાં ટોચના પાંચ ચંદ્રક વિજેતા દેશમાં સામેલ થશે.