કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં 27મી પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠક આજે રાંચી ખાતે શરૂ થઈ હતી. આ બેઠકનો હેતુ દેશના પૂર્વ ભાગ માટે કેન્દ્ર દ્વારા લેવાયેલી વિકાસ પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જેમાં ઝારખંડ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ એમ ચાર રાજ્યોનો સમાવેશ થાય છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહનચરણ માંઝી અને નાયબ મુખ્યમંત્રી પાર્વતી પરિદા, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને રાજ્યમંત્રી વિજય ચૌધરી બેઠકમાં હાજરી આપી રહ્યા છે. અગાઉ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ વચ્ચેના પડતર આંતરરાજ્ય મુદ્દાઓ પર ચર્ચા અને અગાઉની પરિષદની બેઠકોમાં લેવાયેલા નિર્ણયોની પ્રગતિની સમીક્ષા સહિત અનેક એજન્ડાઓ પર ચર્ચા થઈ રહી છે.
Site Admin | જુલાઇ 10, 2025 7:52 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 27મી પૂર્વીય ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી