જુલાઇ 10, 2025 7:54 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાંચીમાં પૂર્વીય ક્ષેત્રીય પરિષદની 27મી બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાંચીમાં પૂર્વીય ક્ષેત્રીય પરિષદની 27મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ચાર પૂર્વીય રાજ્યો-ઝારખંડ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળના 70 પ્રતિનિધિઓ ભાગ લેશે. એજન્ડામાં બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ વચ્ચે બાકી રહેલા આંતરરાજ્ય મુદ્દાઓ પર ચર્ચા અને અગાઉની પરિષદની બેઠકોમાં લેવામાં આવેલા નિર્ણયોની પ્રગતિની સમીક્ષા સામેલ છે.રાજ્ય સરકાર દ્વારા 20થી વધુ એજન્ડા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં કેન્દ્ર સરકાર પાસેથી એક લાખ 36 હજાર કરોડ રૂપિયાની બાકી રકમની માંગ સામેલ છે.આ બેઠકમાં બિહાર સાથે અસ્કયામતો અને જવાબદારીઓની વહેંચણી અને પશ્ચિમ બંગાળ સાથે પાણીની વહેંચણીના મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે