કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હથિયારધારી માઓવાદીઓ સાથે વાતચીત કરવાનો ઈનકાર કર્યો છે. તેલંગાણાના નિઝામાબાદમાં એક કિસાન સંમેલનને સંબોધતા તેમણે કહ્યું કે આદિવાસીઓ, પોલીસકર્મીઓ અને સુરક્ષા કર્મચારીઓની હત્યા કરનારાઓ સાથે કોઈ વાતચીત ન થઈ શકે. ગૃહ મંત્રીએ ડાબેરી ઉગ્રવાદીઓને શસ્ત્રો છોડવા અને રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહમાં જોડાવા કહ્યું હતું.
શ્રી શાહે 31 માર્ચ, 2026 સુધીમાં ભારતને માઓવાદીઓથી મુક્ત કરવાના કેન્દ્રના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ પક્ષ દેશભરમાંથી ભાગી ગયેલા માઓવાદીઓને તેલંગાણામાં આશ્રય આપી શકે છે. શ્રી શાહે મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીને તેલંગણાને માઓવાદીઓનો અડ્ડો ન બનવા દેવા જણાવ્યું હતું.
Site Admin | જૂન 30, 2025 7:47 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હથિયાર હાથમાં લીધા હોય તેવા માઓવાદીઓ સાથે વાતચીત કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો