જૂન 29, 2025 7:12 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેલંગાણાના નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેલંગાણાના નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડને મંજૂરી આપીને હળદરના ખેડૂતો અને લોકોના 40 વર્ષ જૂના સ્વપ્નને પૂર્ણ કર્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર હળદરના ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે, 2030 સુધીમાં એક અબજ ડોલરની હળદર નિકાસ કરવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે નિઝામાબાદ અને આસપાસના વિસ્તારોમાં શ્રેષ્ઠ ગુણવત્તાનું ઉત્પાદન મેળવવા છતાં, હળદરના ખેડૂતોને શ્રેષ્ઠ ભાવ મળી રહ્યો નથી.