જૂન 26, 2025 7:41 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, હિન્દીને બીજી ભાષાઓની હરીફ ભાષા ન ગણવી જોઈએ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, હિન્દી અન્ય ભારતીય ભાષાઓની સહયોગી ભાષા છે અને હિન્દીને બીજી ભાષાઓની હરીફ ભાષા ન ગણવી જોઈએ. તેમણે કહ્યું, ભાષા માત્ર સંચારનું માધ્યમ જ નહીં, પરંતુ રાષ્ટ્રની આત્મા છે.
નવી દિલ્હીમાં રાજભાષા વિભાગના સુવર્ણ જયંતી સમારોહમાં શ્રી શાહે ભાષાઓને જીવિત અને સમૃદ્ધ રાખવાની જરૂરિયાત પર ભાર આપ્યો. તેમણે કહ્યું, વહીવટી કાર્ય સામાન્ય બોલચાલની ભાષામાં થવા જોઈએ. જ્યાં સુધી વ્યક્તિ પોતાની ભાષા પર ગર્વ નહીં કરે. પોતાની ભાષામાં પોતાની વાત નહીં કરે. ત્યાં સુધી તે ગુલામીની માનસિકતાથી મુક્ત ન થઈ શકે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.