જૂન 25, 2025 7:34 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ‘ધ ઇમરજન્સી ડાયરીઝ-યર્સ ધેટ ફોર્જ્ડ અ લીડર’ પુસ્તકનું વિમોચન કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ‘ધ ઇમરજન્સી ડાયરીઝ-યર્સ ધેટ ફોર્જ્ડ અ લીડર’ પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જે તે સમયે RSS યુવા પ્રચારક હતા, તેમણે કટોકટી સામેની લડાઈમાં ભજવેલી આકર્ષક ભૂમિકાનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં લોકશાહીના આદર્શો માટે લડતા શ્રી મોદીનું આબેહૂબ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. શ્રી શાહે કટોકટીની 50મી વર્ષગાંઠ નિમિત્તે સંવિધાન હત્યા દિવસ 2025ના કાર્યક્રમ દરમિયાન આ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકતંત્ર ઝિંદાબાદ યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ યાત્રા દેશભરમાં ફરશે જેનો ઉદ્દેશ્ય બંધારણીય મૂલ્યો, લોકશાહી અધિકારો અને કટોકટીમાંથી શીખેલા પાઠ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
આ પ્રસંગે, શ્રી શાહે કટોકટી દરમિયાન લોકો પર થયેલા અત્યાચારો પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે બધાએ કટોકટીની યાદોને જીવંત રાખવી જોઈએ જેથી તે ક્યારેય પુનરાવર્તિત ન થાય.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.