કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી છત્તીસગઢના બે દિવસના પ્રવાસે જશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ રાયપુરમાં રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના પરિસરનો શિલાન્યાસ કરશે.
આ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી લગભગ ચારસો કરોડ રૂપિયાના ખર્ચે લગભગ ચાલીસ એકર વિસ્તારમાં બનશે. શ્રી શાહ આજે નવા રાયપુરમાં છત્તીસગઢ અને પડોશી રાજ્યોના પોલીસ મહાનિર્દેશક અને અધિક પોલીસ મહાનિર્દેશક સાથે સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર બેઠક યોજશે.
બીજી બેઠકમાં, કેન્દ્રીય ગૃહમંત્રી ડાબેરી ઉગ્રવાદ પર સલામતની પણ સમીક્ષા કરશે. આવતીકાલે છત્તીસગઢ મુલાકાતના બીજા દિવસે, કેન્દ્રીય ગૃહમંત્રી બસ્તર વિભાગના નારાયણપુર જિલ્લાના અબુજમદ વિસ્તારની મુલાકાત લેશે અને ત્યાંના ગ્રામજનો સાથે વાતચીત કરશે.
આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રી નારાયણપુર જિલ્લાના ઇર્કભટ્ટી વિસ્તારમાં સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ કેમ્પની પણ મુલાકાત લેશે અને જવાનો સાથે સંવાદ સાધશે.
Site Admin | જૂન 22, 2025 1:09 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી છત્તીસગઢના બે દિવસના પ્રવાસે