કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસ્તી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. શ્રી શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વસ્તી ગણતરીની ગેઝેટ સૂચના આજે પ્રસિધ્ધ કરાશે. વસ્તી ગણતરીમાં પ્રથમ વખત જાતિ ગણતરીનો સમાવેશ થશે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે 34 લાખ ગણતરીકારો અને નિરીક્ષક અને લગભગ 1.3 લાખ કાર્યકરો અત્યાધુનિક મોબાઇલ ડિજિટલ ગેજેટ્સનો ઉપયોગ કરીને કામગીરી કરશે.વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં, જે ઘરયાદીની કામગીરી થશે. તેમાં દરેક ઘરની રહેઠાણની સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓની માહિતી એકત્રિત કરાશે. બીજા તબક્કામાં, ઘરદીઠ વ્યક્તિની વસ્તી વિષયક, સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય વિગતો એકત્રિત કરાશે. આગામી વસ્તી ગણતરી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડિજિટલ માધ્યમો દ્વારા થશે. લોકોને સ્વ-ગણતરીની જોગવાઈ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Site Admin | જૂન 16, 2025 9:36 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી વસ્તી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી