જૂન 12, 2025 8:07 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા. – બચાવ કામગીરી પૂરજોશમાં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. શ્રી શાહે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આપત્તિ પ્રતિભાવ દળોને તાત્કાલિક દુર્ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. ગૃહમંત્રી એ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના પોલીસ કમિશનર સાથે વાત કરી હતી. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે વાત કરી અને આરોગ્ય સુવિધાઓ અને રાહત કાર્ય વિશે પૂછપરછ કરી. કોંગ્રસ નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાને હૃદયદ્રાવક ગણાવતા સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે મુસાફરો અને ક્રૂના પરિવારો જે પીડા અને ચિંતા અનુભવી રહ્યા હશે તે અકલ્પનીય છે, અને આ અતિ મુશ્કેલ સમયમાં તેમના વિચારો દરેક સાથે છે.