મે 19, 2025 9:39 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદુરને ત્રાસવાદ સામેના યુધ્ધમાં ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદુરને ત્રાસવાદ સામેના યુધ્ધમાં ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું. તેમણે જણાવ્યું કે, ઓપરેશન સિંદુર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજકીય ઇચ્છાશક્તિ, ભારતનાં સશસ્ત્ર દળોનાં શૌર્ય અને ભારતની ગુપ્ચતર સંસ્થાઓનાં ચોક્સાઇ પૂર્વકનાં આયોજનનું પરિણામ હતું. અમદાવાદના નારણપુરા ખાતે એક જાહેર સભાને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે, ભારતે પાકિસ્તાનનાં નવ આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડ્યું છે.શ્રી શાહે જણાવ્યું કે, ભારતે એર સ્રાં ઇક અને સર્જીકલ સ્રા ેઇક દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.ગૃહમંત્રીએ નારણપુરા ખાતે પલ્લવ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા અંદાજે એક હજાર 600 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનાં લોકાર્પણ કર્યા હતા, જેમાં સાબરમતી રેલવે ઓવરબ્રિજ, રમતગમત પ્રવૃત્તિ કેન્દ્ર અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હાઉસિંગ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા ગૃહમંત્રીએ ગઈ કાલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. શ્રી શાહ સાણંદ ખાતે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા.