મે 18, 2025 10:13 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂરને ભારતની સુરક્ષા નીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક ગણાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂરને ભારતની સુરક્ષા નીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક ગણાવ્યો છે. ગુજરાતના ગાંધીનગરમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પ્રતિભાવમાં એક ઐતિહાસિક પરિવર્તન હતું. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના પ્રદેશમાં પ્રવેશ કર્યો અને આતંકવાદી માળખાનો નાશ કર્યો.