કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સત્તાવાર માહિતી મુજબ, શ્રી શાહ આજે ગાંધીનગરમાં 708 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.શ્રી શાહ આવતીકાલે અમદાવાદ અને મહેસાણાના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ મહેસાણામાં શ્રીમતી એસ. સી અને શેઠ ડી એમ સાર્વજનિક ટ્રસ્ટ, ગોઝારિયા સંચાલિત શ્રી કે. કે. પટેલ અને શ્રીમતી મધુબેન કે. પટેલ નર્સિંગ મહાવિદ્યાલયના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન કરશે.
Site Admin | મે 17, 2025 10:05 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં 708 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે