કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. સત્તાવાર માહિતી મુજબ, શ્રી શાહ આવતીકાલે ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ સાંજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવોલ, ‘ચ’ રોડ પર નવનિર્મિત સેક્ટર 21 અને 22ને જોડતા અંડરબ્રિજ, પેથાપુરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોલવડા તળાવનું લોકાર્પણ કરશે. ઉપરાંત શ્રી શાહ મહાનગરપાલિકા અને ટપાલ વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.
ત્યારબાદ શ્રી શાહ રવિવારે અમદાવાદ અને મહેસાણાના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
Site Admin | મે 16, 2025 3:16 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે.