કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાનું ભારતમાં આગમન એ મોદી સરકારની મુત્સદ્દીગીરીની મોટી સફળતા છે. તેમણે કહ્યું હતું કે, ભારતના લોકો પર દુર્વ્યવહાર કરનારા તમામ લોકોને પરત લાવવાની જવાબદારી ભારત સરકારની છે.
એક ખાનગી ટીવી ચેનલ પર બોલતા શ્રી શાહે કહ્યું કે, તહવ્વુર રાણાને ભારતીય અદાલતમાં સુનાવણીનો સામનો કરવો પડશે. જે દેશ માટે એક મોટી સિદ્ધિ હશે.
ઉલ્લેખનીય છે કે, રાણાને આજે વિશેષ વિમાનમાં ભારત લાવવામાં આવે તેવી અપેક્ષા છે. તેના પ્રત્યાર્પણ વિરુદ્ધ રાણાની અરજીને અમેરિકાની સર્વોચ્ચ અદાલતે નકારી કાઢી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી હતી અને તેમના પર નાગરિકતા સુધારા કાયદા અંગે અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
Site Admin | એપ્રિલ 10, 2025 8:21 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાનું ભારતમાં આગમન મોદી સરકારની મુત્સદ્દીગીરીની મોટી સફળતા