એપ્રિલ 7, 2025 9:40 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો યોગ્ય સમયે પુનઃસ્થાપિત કરવામાં આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને પક્ષના વરિષ્ઠ નેતાઓને ખાતરી આપી છે કે, જમ્મુ ક્ષેત્રમાં આતંક સંબંધિત સ્થિતિને ટૂંક સમયમાં નિયંત્રણમાં લેવામાં આવશે. તેમણે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા અંગે કેન્દ્ર સરકારના વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે તેને યોગ્ય સમયે પુનઃસ્થાપિત કરવામાં આવશે. શ્રી શાહે ત્રિકુટા નગરમાં પક્ષનાં તમામ 28 ધારાસભ્યો સાથે બે કલાક લાંબી બેઠક યોજી હતી.
શ્રી શાહ સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા, અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરોડો રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા ગઈકાલે સાંજે રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા.ગૃહ મંત્રી આજે આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લેશે અને કઠુઆ જિલ્લામાં બીએસએફ બોર્ડર આઉટ પોસ્ટ વિનયની મુલાકાત લેશે. શ્રી શાહ બપોરે રાજભવન ખાતે જમ્મુ અને કાશ્મીર પોલીસના શહીદોના પરિવારના સભ્યોને મળશે. તેઓ સાંજે શ્રીનગર માટે રવાના થશે.