એપ્રિલ 1, 2025 2:03 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશને નક્સલવાદ મુક્ત બનાવવા સરકાર એક મોટું પગલું લઈ રહી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશને નક્સલવાદ મુક્ત બનાવવા સરકાર એક મોટું પગલું લઈ રહી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે ભાર મુક્યો કે, દેશે ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા 12-થી ઘટાડીને માત્ર છ કરીને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે.
શ્રી શાહે કહ્યું, સરકાર નક્સલવાદ સામે મજબૂત અભિગમ સાથે સશક્ત, સુરક્ષિત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, ભારત 31 માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણ જડમૂળમાંથી કાઢી નાખવા કટિબદ્ધ છે.