ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે બિહારમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી મળવાથી, રાષ્ટ્રીય લોકશાહી જોડાણ NDA વિકાસનો પર્યાય બની ગયું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે બિહારમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી મળવાથી, રાષ્ટ્રીય લોકશાહી જોડાણ NDA વિકાસનો પર્યાય બની ગયું છે. આજે રાજ્યના ગોપાલગંજ જિલ્લાના પોલીસ લાઇન મેદાનમાં જાહેર સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે જો NDA સત્તામાં આવશે તો પૂરની સમસ્યાનો ઉકેલ આવશે અને પૂરનો ભય ભૂતકાળ બની જશે.
યુપીએ અને એનડીએ શાસનની સરખામણી કરતા શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા દસ વર્ષમાં બિહારને 9 લાખ 23 હજાર કરોડ રૂપિયા આપ્યા છે, જ્યારે યુપીએ શાસન દરમિયાન આ રકમ 2 લાખ 80 હજાર કરોડ રૂપિયા હતી. શ્રી શાહે આરોપ લગાવ્યો કે રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદે તેમના રાજકીય જીવનમાં ફક્ત પરિવારના રાજકારણને પ્રોત્સાહન આપ્યું છે.
બિહાર મુલાકાતના છેલ્લા તબક્કામાં, શ્રી શાહે આજે પટનામાં NDA ના પાંચેય ઘટક પક્ષોના નેતાઓની બેઠક યોજી હતી. આ વર્ષના અંતમાં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણીઓ સંબંધિત રણનીતિ અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
JD(U) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપરાંત, NDA ના તમામ ઘટક પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.
શ્રી શાહે તમામ પક્ષના અધિકારીઓને બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માં પ્રચંડ વિજય સુનિશ્ચિત કરવા માટે પક્ષના અન્ય સાથી પક્ષો સાથે સુમેળમાં કામ કરવા જણાવ્યું હતું.