કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામ અને મિઝોરમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય, ભારતીય ન્યાય સંહિતાના અમલીકરણની સમીક્ષા કરવાનો છે. જેમાં વિવિધ રાજ્યોમાં તેના અમલીકરણની પ્રગતિ પર ચર્ચા કરવામાં આવશે.
અમિત શાહ, આજે કોકરાઝાડમાં ઓલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન (એબીએસયુ)ના 57મા વાર્ષિક સંમેલનને સંબોધિત કરશે. તેઓ બપોરે ગૌહાટી પહોંચશે અને આસામ, મેઘાલય, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરશે.
Site Admin | માર્ચ 16, 2025 2:10 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામ અને મિઝોરમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે.