માર્ચ 15, 2025 1:58 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસમમાં અત્યાધુનિક લચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસમમાં અત્યાધુનિક લચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું તેમણે પોલીસ એકેડેમી રહેણાંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમા અને કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહ્યાં.
ગૃહમંત્રી આજે મિઝોરમની મુલાકાત લેશે અને અસમ રાઇફલ્સ બેઝને આઈઝોલથી ઝોખાવસાંગ ખસેડવાના સમારોહમાં હાજરી આપશે.
શ્રી શાહ આવતીકાલે કોકરાઝાર જિલ્લાના દોત્મા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી સંઘના વાર્ષિક સમારોહને સંબોધિત કરશે અને ત્યારબાદ ગુવાહાટીમાં પૂર્વોત્તર ક્ષેત્રના આઠ મુખ્યમંત્રીઓ સાથે પૂર્વોત્તરમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણની સમીક્ષા કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.