કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વર્ચ્યૂઅલ માધ્યમથી પોતાના લોકસભા મતવિસ્તાર ગુજરાતના ગાંધીનગરમાં 146 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આ પરિયોજનાઓ રેલવે, માર્ગ અને આરોગ્ય સેવા સંબંધિત છે. શ્રી શાહે ગુજરાતમાં પરિવર્તનલક્ષી વિકાસનો ઉલ્લેખ કરતા કહ્યું, રાજ્યએ પરિવહન અને ઊર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસ કર્યો છે. તેમણે સાણંદમાં 500 પથારી ધરાવતી હૉસ્પિટલ અને ગાંધીનગરમાં એક નવી સિવિલ હૉસ્પિટલ બનાવવાની પણ જાહેરાત કરી.
Site Admin | માર્ચ 13, 2025 7:57 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યૂઅલ માધ્યમથી ગાંધીનગરમાં 146 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.
