માર્ચ 13, 2025 3:07 પી એમ(PM) | ગૃહ મંત્રી અમિત શાહ

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 146 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે વર્ચ્યુઅલ માધ્યમથી તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં ૧૪૬ કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં, શ્રી શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે માળખાગત વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે કહ્યું કે, ભારત હવે વિશ્વનું બીજા ક્રમનું સૌથી લાંબુ રોડ નેટવર્ક અને ત્રીજા ક્રમનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવે છે. શ્રી મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલા પરિવર્તનકારી વિકાસની પણ તેમણે પ્રશંસા કરી. શ્રી શાહે કહ્યું કે, આજ શરૂ કરાયેલા રેલવે, રસ્તા અને આરોગ્યસંભાળને લગતા વિકાસ કામો થકી ગાંધીનગર મત વિસ્તારમાં આવતા ચાર વિધાનસભા ક્ષેત્રના લોકોને મોટો લાભ થશે. શ્રી શાહે આ પ્રસંગે સાણંદ વિસ્તારમાં ૫૦૦ પથારીવાળી નવી હોસ્પિટલ અને ગાંધીનગરમા મત વિસ્તારના છેવાડે એક નવી સિવિલ હોસ્પિટલ સ્થાપવાની પણ જાહેરાત કરી હતી.