દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને મંચ આપવા માટે પેરા હાઈ-પરફોર્મન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં પેરા હાઈ-પરફોર્મન્સ સેન્ટરના ભૂમિપૂજન પ્રસંગે કહ્યું હતું. .તેમણે ઉમેર્યુ કે, ગુજરાત દેશમાં સૌથી વધુ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું રાજ્ય બન્યું છે, અને દરેક ક્ષેત્રે ભારતના દિવ્યાંગજનોનું પરફોર્મન્સ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ રહ્યું હોવાનો પણ અમિત શાહે ઉલ્લેખ કર્યો હતો.ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તેમજ ભારત સરકાર હેઠળના કોમન સર્વિસ સેન્ટર વચ્ચે સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા હતા. શ્રી શાહે કહ્યું કે, અમદાવાદના સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં વર્ષ ૨૦૩૬ની ઓલિમ્પિક રમતો રમાડવી એ જ ભારતનો સંકલ્પ છે.
Site Admin | માર્ચ 10, 2025 9:43 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને મંચ આપવા માટે પેરા હાઈ-પરફોર્મન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
