માર્ચ 9, 2025 1:29 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાતી સાહિત્યના વાંચનનો મહિમા વધારવાનું કાર્ય સારસ્વતોએ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ તરફથી વર્ષ 2024-25ના પુનઃમુદ્રિત થઈ રહેલા 24 પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું, ગોવર્ધનરામ ત્રિપાઠી, હેમચંદ્રાચાર્ય, નર્મદ, નરસિહ મહેતા, ઝવેરચંદ મેઘાણી, સુંદરમ જેવા મહાન લોકો એ આપણી ભાષાને મહાન ગુજરાતી ભાષા સુધી પહોંચાડી છે. આ યાત્રા અખંડ રહેશે ગુજરાતી સાહિત્યના વાંચનનો મહિમા વધારવાનું કાર્ય સારસ્વતોએ કર્યું હોવાનું શ્રી શાહે કહ્યું હતું.
આ ઉપરાંત શ્રી શાહ એ.ડી.સી. બૅન્કની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનારા સ્વર્ણિમ્ શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહમાં, અને બાર કાઉન્સિલ ઑફ ગુજરાત દ્વારા યોજાનારા નવા નોંધાયેલા વકીલોના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે.
સાથે જ શ્રી શાહ ગાંધીનગરમાં S.A.G. દ્વારા નિર્માણ પામનારા પેરા-હાઈપર્ફૉર્મન્સ સૅન્ટરના ભૂમિપૂજન અને ડિજિટલ સેવા પૉર્ટલના લૉન્ચિંગ કાર્યક્રમમાં જોડાશે. બાદમાં શ્રી શાહ શાશ્વત મિથિલા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ભવનના લોકાર્પણ અને કવિ કોકિલ વિદ્યાપતિની મૂર્તિના અનાવરણ પ્રસંગમાં ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.