જુલાઇ 12, 2025 1:56 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે તિરુવનંતપુરમમાં નવા ભાજપ રાજ્ય કાર્યાલય ભવનનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે તિરુવનંતપુરમમાં નવા ભાજપ રાજ્ય કાર્યાલય ભવનનું ઉદ્ઘાટન કર્યું. શ્રી શાહે નવી ઇમારતના સેન્ટ્રલ હોલમાં ભૂતપૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ કેજી મરારની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું અને કાર્યાલય પરિસરમાં એક છોડ રોપ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખર સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહયા હતા. બાદમાં શ્રી શાહ તિરુવનંતપુરમના પુથરીકંદમ મેદાનમાં ભાજપ વોર્ડ-સ્તરીય નેતૃત્વ બેઠકને પણ સંબોધિત કર્યું હતું.