ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 13, 2024 3:10 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની સમીક્ષા બેઠક

કેન્દ્રીય ગૃહ મંત્રી, અમિત શાહ નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના
અમલીકરણની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
રહ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ
અધિકારીઓ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ એ અરુણાચલ
પ્રદેશ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ અને લદ્દાખના 19 જિલ્લાઓમાં 46
બ્લોકમાં પસંદગીના ગામોના વ્યાપક વિકાસ માટે કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા માટે આ
ગામોનો સર્વગ્રાહી વિકાસ કરવાનો છે. આ કાર્યક્રમ કૃષિ, બાગાયત, પ્રવાસન અને
સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને
આજીવિકાની તકોનું સંચાલન કરવા માટે સહકારી મંડળીઓના વિકાસ દ્વારા
આજીવિકા નિર્માણ માટેની તકોના સર્જનને પ્રોત્સાહન આપશે