કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સાણંદ ખાતે આવેલા શાંતિપુરા ચોકડીથી ખોરજ GIDC સુધીના અંદાજિત 805 કરોડ રૂપિયાના ખર્ચે છ-માર્ગીયકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ જિલ્લાના સાણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા ઔદ્યોગિક વિકાસને કારણે ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ હસ્તકના આ રસ્તા પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધી ગયું છે. હાલમાં દૈનિક સરેરાશ ૪૩ હજારથી વધુ વાહનોની અવરજવરને કારણે ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે વર્તમાન ચાર-માર્ગીય રસ્તાને છ-માર્ગીય બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી.
આ ઉપરાંત, ઉલારીયા, તેલાવ, સાણંદ GIDC ગેટ અને ખોરજ GIDC ખાતે એમ કુલ પાંચ નવા અંડરપાસ બનાવવામાં આવશે
આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સાણંદ અને વિરમગામ જેવાં મોટાં ઔદ્યોગિક કેન્દ્રો ઉપરાંત સુરેન્દ્રનગર, શંખેશ્વર, રાધનપુર અને પાટણ તરફ જતા લાંબા અંતરના ટ્રાફિકને પણ સુવિધા મળશે.
કાર્યક્રમ બાદ ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાણંદ વિસ્તારના નાગરિકોને રૂબરૂ મળી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
Site Admin | ઓક્ટોબર 23, 2025 6:57 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રીએ સાણંદ ખાતે શાંતિપુરા ચોકડીથી ખોરજ GIDC સુધીના 805 કરોડ રૂપિયાના ખર્ચે છ-માર્ગીયકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું.