ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 9, 2025 10:19 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, “મહાકુંભે ભારતની સનાતની સંસ્કૃતિનો મજબૂત સંદેશ સમગ્ર વિશ્વને આપ્યો.”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે જુનાગઢમાં બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિવિધ પરિયોજનાના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન શ્રી શાહે સભા સંબોધતા બ્રહ્માનંદ વિદ્યાધામમાં મુક્તાનંદ બાપુના માર્ગદર્શનમાં શિક્ષણ સહિત સેવાના કાર્યો વર્ષોથી ચાલતા હોવાનું જણાવ્યું.મુક્તાનંદ બાપુએ પ્રયાગરાજના મહાકુંભમાં કરેલી સેવાને બિરદાવતા શ્રી શાહે કહ્યું, “મહાકુંભે અનેક વર્ષો સુધી યાદ રહે તેવો સનાતનનો સશક્ત સંદેશ આપ્યો છે.”