ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 14, 2025 7:41 પી એમ(PM) | કેન્દ્રીય ગુહ મંત્રી

printer

કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉત્તરાખંડના હલ્દવાની ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું સમાપન થયું

કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉત્તરાખંડના હલ્દવાની ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું સમાપન થયું. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, મેઘાલયના મુખ્યમંત્રી કોંગકલ સંગમા, કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી અજય ટમટા, ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા સહિત અનેક મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રમતોનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 28 જાન્યુઆરીએ દેહરાદૂન ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી શાહે તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ત્રણેય સેનાની સંયુક્ત ટીમે 68 સુવર્ણ ચંદ્રકો સહિત કુલ 121 ચંદ્રકો જીતીને મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું. મહારાષ્ટ્ર 54 સુવર્ણ સહિત 201 ચંદ્રકો સાથે બીજા ક્રમે રહ્યું, જ્યારે હરિયાણા 48 સુવર્ણ સહિત 153 ચંદ્રકો સાથે ત્રીજા ક્રમે રહ્યું. મધ્યપ્રદેશ ચોથા, કર્ણાટક પાંચમા અને તમિલનાડુ છઠ્ઠા ક્રમે રહ્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ