માર્ચ 2, 2025 8:04 પી એમ(PM) | કેન્દ્રીય ખાદ્ય

printer

કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ દેશમાં પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન- CWCની ભૂમિકાની પ્રસંશા કરી છે.

કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ દેશમાં પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન- CWCની ભૂમિકાની પ્રસંશા કરી છે. નવી દિલ્હીમાં CWCના 69મા સ્થાપના દિવસની ઉજવણીમાં એક વિડિયો સંદેશમાં તેમણે જણાવ્યું કે CWCએ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 21 લાખ ચોરસ ફૂટની વધારાની ખાદ્ય સંગ્રહ ક્ષમતા ઊભી કરી છે.
શ્રી જોશીએ ઉમેર્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને પ્રધાનમંત્રી અન્નદાતા આવક સંરક્ષણ અભિયાનના સફળ અમલીકરણમાં CWCની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આ પ્રસંગે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી બી.એલ. વર્મા અને નિમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યા હતા.