કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું, ભારતનો ખાણ ઉદ્યોગ ક્ષેત્ર વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો મજબૂત આધારસ્તંભ બનશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિરને સંબોધતાં તેમણે કહ્યું, નીતિ સુધારાઓ અને ટૅક્નોલૉજીના માધ્યમથી ભારત; આત્મનિર્ભર ખાણ ઉદ્યોગની શક્તિનું મૂળ સ્ત્રોત બની રહ્યું છે. તેમણે ગુજરાતને દેશ માટે વિકાસનું કેન્દ્ર ગણાવતા કહ્યું, ગુજરાતના નમૂના-ને અનુસરીને અન્ય રાજ્યો વચ્ચે વિકાસ અને રોકાણ માટે તંદુરસ્ત સ્પર્ધા શરૂ થઈ છે.
આ શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાણ-ખનીજ ક્ષેત્રને દેશની અર્થવ્યવસ્થાનો મહત્વનો આધારસ્તંભ ગણાવ્યો. આ શિબિર આધારસ્તંભને વધુ મજબૂત બનાવીને દેશના વિકાસને નવી ગતિ આપવાની તક છે. શ્રી પટેલે ખાણ ખનીજ ક્ષેત્રમાં આવેલા પરિવર્તન અંગે અને રાજ્ય સરકારના ખાણ-ખનીજ ક્ષેત્રના વિકાસના પ્રયાસ થકી આવેલા પરિવર્તન અંગેની રૂપરેખા પણ રજૂ કરી.
Site Admin | જાન્યુઆરી 9, 2026 7:12 પી એમ(PM)
કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રીએ કહ્યું, ભારતનો ખાણ ઉદ્યોગ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો આધારસ્તંભ બનશે.