જાન્યુઆરી 9, 2026 9:33 એ એમ (AM)

printer

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી આજે ગુજરાતનાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર-2026નું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી આજે ગુજરાતનાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર-2026નું ઉદ્ઘાટન કરશે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ; શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ; કોલસા અને ખાણ રાજ્ય મંત્રી સતીશ ચંદ્ર દુબે ઉપસ્થિત રહેશે.આ ત્રણ દિવસીય શિબિરમાં વિવિધ રાજ્યોના ખાણકામ મંત્રી, કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, નિષ્ણાતો અને ઉદ્યોગ હિસ્સેદારો ભાગ લેશે. શિબિર-2026નું સમર્પિત ધ્યાન ખનીજ તત્વ મિશન પર રહેશે, જેનો ઉદ્દેશ સ્વચ્છ ઉર્જા સંક્રમણ, અદ્યતન ઉત્પાદન અને ઉભરતી ટેકનોલોજી માટે જરૂરી મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજોની સ્થાનિક ઉપલબ્ધતાને મજબૂત બનાવવાનો છે.ચર્ચાઓમાં સંશોધન પ્રયાસો વધારવા, પુરવઠા શૃંખલાઓને સુરક્ષિત કરવા, સ્થાનિક પ્રક્રિયા અને મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા અને લાંબા ગાળાની ખનિજ સુરક્ષાને ટેકો આપવા માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.