કેન્દ્રીય કોલસા અને ખાણખનીજ મંત્રી જી. કિશન રેડ્ડી આજે નવી દિલ્હીમાં સાઉદી અરબના ઉદ્યોગ અને ખનીજ સંશાધન મંત્રી બાન્દેર બિન ઈબ્રાહિમ અલખોરાયફ સાથે વ્યૂહાત્મક બેઠક કરશે. ઉચ્ચસ્તરની ચર્ચામાં બંને દેશ વચ્ચે ખનીજ ક્ષેત્રમાં સહકાર વધારવા તેમજ રોકાણ માટેની તક શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
કેન્દ્રીય મંત્રીએ તાજેતરમાં રિયાધ ખાતે ફ્યૂચર મિનરલ્સ ફૉરમ 2025માં મંત્રી સ્તરના ગોળમેજી સંમેલનમાં ભાગ લીધા બાદ આ બેઠક યોજાઈ રહી છે. આ સંમેલનમાં શ્રી રેડ્ડીએ ઊર્જા પરિવર્તન અને સ્વચ્છ ઊર્જા પ્રણાલિઓ માટે મહત્વના ખનીજને સલામત કરવાના ઉદ્દેશથી ભારતની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 2:25 પી એમ(PM)
કેન્દ્રીય કોલસા અને ખાણખનીજ મંત્રી જી. કિશન રેડ્ડી આજે નવી દિલ્હીમાં સાઉદી અરબના ઉદ્યોગ અને ખનીજ સંશાધન મંત્રી બાન્દેર બિન ઈબ્રાહિમ અલખોરાયફ સાથે વ્યૂહાત્મક બેઠક કરશે