આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગઈકાલે સરળ, કાર્યક્ષમ અને પારદર્શક ઉપયોગ માટે કોલસા બ્લોક્સ માટે કોલસા સેતુ હરાજી નીતિને મંજૂરી આપી છે. જેનો ઉદ્દેશ્ય સંસાધનની વાજબી ઉપલબ્ધતા અને શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. ગઈકાલે નવી દિલ્હીમાં કેબિનેટના નિર્ણયો અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નીતિ 2016 ની બિન-નિયમિત ક્ષેત્ર બ્લોક હરાજી નીતિમાં કોલસા સેતુ ચેનલ ઉમેરીને લાંબા ગાળાના ધોરણે કોલસા બ્લોક્સની ફાળવણીને મંજૂરી આપશે. તેમણે કહ્યું કે કોલસાની જરૂર ધરાવતા સ્થાનિક ખરીદદારો હરાજીમાં ભાગ લઈ શકે છે. કોલસા બ્લોક માલિકો તેમની કુલ કોલસા ક્ષમતાના 50 ટકા નિકાસ કરવા માટે પાત્ર રહેશે.કેબિનેટે 2027 ની વસ્તી ગણતરી માટે 11 હજાર 718 કરોડના બજેટને મંજૂરી આપી હતી. શ્રી વૈષ્ણવે કહ્યું કે આ પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે અને સ્વતંત્રતા પછીની આ આઠમી વસ્તી ગણતરી હશે.આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ વર્ષ 2026 માટે કોપરા માટે લઘુત્તમ ટેકાના ભાવને પણ મંજૂરી આપી છે. મિલિંગ કોપરા માટે લઘુત્તમ ટેકાના ભાવ 445 થી વધારીને 12 હજાર 027 પ્રતિ ક્વિન્ટલ કરાયો છે. બોલ કોપરા માટે લઘુત્તમ ટેકાના ભાવ 400 વધારીને 12 હજાર 500 પ્રતિ ક્વિન્ટલ કરાયો છે
Site Admin | ડિસેમ્બર 13, 2025 8:31 એ એમ (AM)
કેન્દ્રીય કેબિનેટે કોલસા સેતુ હરાજી નીતિ, વસ્તી ગણતરી બજેટ અને કોપરા માટે લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી