એપ્રિલ 9, 2025 7:40 પી એમ(PM)

printer

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રેલવે અને કૃષિ સિંચાઇ સહિતના અનેક પ્રોજેક્ટને મંજૂરી અપાઈ

કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં તિરુપતિ-પકાલા-કટપડી સિંગલ રેલવે લાઇન સેક્શનને ડબલ કરવા મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં કેબિનેટની બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ વેલ્લોર અને તિરુપતિના શૈક્ષણિક અને તબીબી કેન્દ્રો સાથે જોડાણ વધારશે.      
કેબિનેટે એક હજાર 878 કરોડ રૂપિયાથી વધુના ખર્ચ સાથે છ માર્ગીય ઝીરકપુર બાયપાસને પણ મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે, પંજાબ અને હરિયાણામાં આ બાયપાસની લંબાઈ 19 કિલોમીટરની હશે.
કેબિનેટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની પેટા-યોજના તરીકે કમાન્ડ  એરિયા ડેવલપમેન્ટ અને વોટર મેનેજમેન્ટના આધુનિકીકરણને પણ મંજૂરી આપી, જેનો પ્રારંભિક કુલ ખર્ચ એક હજાર 600 કરોડ રૂપિયા છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, 78 પ્રોજેક્ટ્સમાં 80 હજાર ખેડૂતોનો સમાવેશ કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય સિંચાઈ પાણી પુરવઠા નેટવર્કના આધુનિકીકરણનો છે જેથી હાલની નહેરો અથવા અન્ય સ્ત્રોતોમાંથી સિંચાઈનું પાણી નિયુક્ત ક્લસ્ટરમાં પૂરું પાડી શકાય.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.