ઓક્ટોબર 4, 2025 9:54 એ એમ (AM)

printer

કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓમાં 20 ટકા સ્નાતક બેઠકો અખિલ ભારતીય સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરવામાં આવશે

કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓમાં 20 ટકા સ્નાતક બેઠકો અખિલ ભારતીય સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરવામાં આવશે. કૃષિ શિક્ષણને મોટી રાહત આપતા કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ “એક રાષ્ટ્ર, એક કૃષિ, એક ટીમ” ની ભાવના અનુસાર આ પરીક્ષાનું આયોજન કરશે. આ પગલાથી ધોરણ 12માં જીવવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ગણિત અથવા કૃષિનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ICAR રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા (CUET) દ્વારા પ્રવેશ મેળવી શકશે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, આ નિર્ણય દેશભરના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાને સરળ અને એકરૂપ બનાવશે. તે BSC કૃષિમાં પ્રવેશ સંબંધિત જટિલતાઓને પણ દૂર કરશે અને આશરે ત્રણ હજાર વિદ્યાર્થીઓને લાભ થશે. શ્રી ચૌહાણે જણાવ્યું કે, આ પરીક્ષા શૈક્ષણિક વર્ષ 2025-26 થી લાગુ કરવામાં આવશે.