કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈ કાલે રાષ્ટ્રીય રાજધાનીમાં ચાલી રહેલા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ હેઠળ દિલ્હીના ખેડૂતો સાથે વાતચીત કરી હતી.
બેઠક દરમિયાન મંત્રીશ્રીએ ખેડૂતોને પડતી સબસિડીથી માંડીને પુરવઠા સાંકળ સુધીની સમસ્યાઓની નોંધ લીધી હતી. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે તેઓ કેન્દ્રની તમામ યોજનાઓનો યોગ્ય રીતે અમલ થાય તે સુનિશ્ચિત કરશે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, સરકાર ખેતી માટે નવી ટેકનોલોજી વિકસાવવા માટે ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે વધુ બેઠકો યોજશે.
પત્રકારો સાથે વાત કરતા શ્રી ચૌહાણે જણાવ્યું કે, વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પાયાના સ્તરે ખેડૂતોને પડતી સમસ્યાઓ અને પડકારોને સમજવામાં મદદ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, વૈજ્ઞાનિકોની 2 હજારથી વધુ ટીમો કૃષિ-આબોહવાના પડકારોને સમજવા અને ટેકનોલોજીકલ નવીનતાઓ રજૂ કરવા માટે ખેડૂતોની મુલાકાત લઈ રહી છે.
Site Admin | જૂન 12, 2025 10:13 એ એમ (AM)
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને કેન્દ્રની તમામ યોજનાઓનો યોગ્ય રીતે અમલ થાય તે સુનિશ્ચિત કરવા ખાતરી આપી