જૂન 5, 2025 9:18 એ એમ (AM)

printer

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કઠોળ અને તેલીબિયાંનું ઉત્પાદન વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

કેન્દ્રીય કૃષિ અને કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે વર્ષ 2014-15 થી દેશમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતાં દેશમાં કુલ કૃષિ ઉત્પાદનમાં 40 ટકાનો વધારો થયો છે. કૃષિ મંત્રીએ નવી દિલ્હીમાં ભારતીય રાષ્ટ્રીય સૌર ઉર્જા ફેડરેશનના રાષ્ટ્રીય કૃષિ-નવીકરણીય ઉર્જા પરિષદમાં આ વાત કહી હતી. શ્રી ચૌહાણે કઠોળ અને તેલીબિયાંનું ઉત્પાદન વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે દેશની 50 ટકા વસ્તી હજુ પણ કૃષિ પર નિર્ભર છે જેને લઇ બદલાતા સમય સાથે સ્પર્ધા કરવા માટે સંકલિત કૃષિ પ્રણાલી અપનાવવી પડશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.