કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “કેન્દ્ર સરકાર ખેડૂતોના સશક્તિકરણ અને વિકાસ માટે શક્ય તમામ પ્રયાસ કરી રહી છે.” શ્રી ચૌહાણે નવી દિલ્હીમાં 76મા પ્રજાસત્તાક દિવસ પર વિશેષ આમંત્રિત ખેડૂતો સાથે સંવાદ કર્યો અને આધુનિક ખેતી તકનિકના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું, “ખેડૂતોની સમસ્યાના સમાધાન માટે ટેક્નોલૉજીનો ઉપયોગ થઈ રહ્યો છે.” તેમણે ખેતીથી ગ્રાહક સુધી મૉડેલના અમલીકરણ પર પણ ભાર મૂક્યો હતો. આ મૉડેલનો ઉદ્દેશ ખેડૂતોને પોતાની ઉપજ સીધા જ ગ્રાહકોને વેચવામાં સક્ષમ બનાવવા, વચેટિયાઓની ભૂમિકાને ઘટાડવા અને ખેડૂતો માટે મહત્તમ લાભ સુનિશ્ચિત કરવાનો છે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 9:46 એ એમ (AM)
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “કેન્દ્ર સરકાર ખેડૂતોના સશક્તિકરણ અને વિકાસ માટે પ્રતિબદ્ધ.”
