ડિસેમ્બર 18, 2025 9:09 એ એમ (AM)

printer

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે ગૃહમાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી બિલની પરની ચર્ચાનો જવાબ આપશે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે ગૃહમાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) ગેરંટી: વિકાસિત ભારત – ગ્રામીણ કલ્યાણ બિલ, 2025 પર ચર્ચાનો જવાબ આપશે. લોકસભામાં ગઈકાલે મોડી રાત સુધી બિલ પર ચર્ચા ચાલી હતી.નવો કાયદો વીસ વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, 2005ને બદલશે. આ બિલનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં વિકસિત ભારત માટે રાષ્ટ્રીય ભવિષ્ય યોજના અનુસાર ગ્રામીણ વિકાસ માળખું સ્થાપિત કરવાનો છે. આ યોજના હેઠળ કામદારોને ચૂકવવામાં આવતા ભંડોળમાં કેન્દ્ર સરકાર 60 ટકા અને રાજ્ય સરકારો 40 ટકા યોગદાન આપશે. પૂર્વોત્તર અને હિમાલયના રાજ્યોમાં, આ ગુણોત્તર 90 અને 10 ટકા રહેશે.લોકસભામાં વિકાસિત ભારત-જી રામ જી બિલ રજૂ કરતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આ બિલ ગામડાઓમાં વિકાસ સુનિશ્ચિત કરશે. શ્રી ચૌહાણે કહ્યું કે આ બિલ મહાત્મા ગાંધીના આત્મનિર્ભર, વિકસિત અને ગરીબીમુક્ત ગામડા બનાવવાના વિઝનને પૂર્ણ કરશે.