કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ રામનાથપુરમ, શિવગંગા, થુથુકુડી અને વિરુધુનગર જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા છે. વેલ્લોરમાં ખેડૂતો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, આ પરિયોજના હેઠળ ખેડૂતોને વ્યાપક લાભ પહોંચાડવા માટે 36 યોજનાઓને એકીકૃત કરવામાં આવી રહી છે. તેમણે ચાર સહભાગી કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વડાઓ સાથે યોજનાની પ્રગતિની સમીક્ષા કરી.શ્રી ચૌહાણે કુદરતી ખેતી પદ્ધતિઓ અને કઠોળ ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવાના પ્રધાનમંત્રીના વિઝનને રેખાંકિત કરતાં રાષ્ટ્રીય કઠોળ મિશન પર ભાર મૂક્યો અને જણાવ્યું કે તમિલનાડુ જેવા રાજ્યોને સુધારેલી જાતો, અદ્યતન ટેકનોલોજી અને માર્કેટિંગ દ્વારા આ મિશનનો ઘણો ફાયદો થશે. તેમણે તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી હેઠળ વાંબન સ્થિત રાષ્ટ્રીય કઠોળ કેન્દ્ર દ્વારા વિકસિત અદ્યતન કઠોળની જાતો અને તમિલનાડુના ખેડૂતોની મહેનતની પ્રશંસા કરી અને તેમની સંસ્કૃતિ અને મૂલ્યો પ્રત્યે આદર વ્યક્ત કર્યો.
Site Admin | ઓક્ટોબર 26, 2025 9:10 એ એમ (AM)
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કુદરતી ખેતી પદ્ધતિઓ અને કઠોળ ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવા રાષ્ટ્રીય કઠોળ મિશન પર ભાર મૂક્યો