કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો. આ પ્રસંગે, તેમણે જણાવ્યું કે આશરે બે લાખ 70 હજાર મહિલા ખેડૂતો સહિત 27 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં કુલ 540 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરાવવામાં આવી છે.
હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવી છે જેઓ તાજેતરના પૂર અને ભૂસ્ખલનથી ગંભીર રીતે પ્રભાવિત થયા છે.
શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે આ હપ્તો ખેડૂતોને તાજેતરની આફતોમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આ ત્રણ રાજ્યોને વિતરિત કરવામાં આવેલી કુલ રકમ તેર હજાર કરોડ રૂપિયાથી વધુ છે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2025 7:55 પી એમ(PM)
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો