કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વર્તમાન ખરીફ સિઝન માટે તેલંગાણા, ઓડિશા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 15 હજાર કરોડની ખરીક પાક ખરીદીને મંજૂરી આપી છે.કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને વધુ સારું વળતર મળે અને બજારના વધઘટથી તેમની આવકનું રક્ષણ કરવા માટે આ મંજૂરીઓ આપવામાં આવી છે.મંત્રાલયે તેલંગાણામાં ચાર હજાર 400 મેટ્રિક ટનથી વધુ મગ, 100 ટકા અડદ અને 25 ટકા સોયાબીનની ખરીદીને મંજૂરી આપી છે. ઓડિશાથી 18 હજાર 470 મેટ્રિક ટન તુવેર દાળની ખરીદીને પણ મંજૂરી આપી છે.કેન્દ્રએ મહારાષ્ટ્રમાંથી ૩૩ હજાર મેટ્રિક ટન મગ, ૩ લાખ ૨૫ હજાર ૬૮૦ મેટ્રિક ટન અડદ (કાળા ચણા) અને ૧૮ લાખ ૫૦ હજાર ૭૦૦ મેટ્રિક ટન સોયાબીનની ખરીદીને પણ મંજૂરી આપી છે. વધુમાં, મધ્યપ્રદેશમાંથી લગભગ ૨૨ લાખ ૨૧ હજાર ૬૩૨ મેટ્રિક ટન સોયાબીન ખરીદવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 28, 2025 9:49 એ એમ (AM)
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેલંગાણા, ઓડિશા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 15 હજાર કરોડની ખરીફ પાક ખરીદીને મંજૂરી આપી