મે 18, 2025 10:17 એ એમ (AM)

printer

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. શ્રી ચૌહાણ ભારતીય કૃષિ સંશોધન પરિષદ, રાજ્ય કૃષિ વિભાગ અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી કૃષિ અને ગ્રામીણ વિકાસ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરશે. તેઓ ખેડૂતો સાથે વાતચીત પણ કરશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. શ્રી ચૌહાણ નાગપુરમાં નેશનલ સોઇલ સ્પેક્ટ્રલ લાઇબ્રેરીનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ કપાસના પાકને અસર કરતી મુખ્ય જીવાત, ગુલાબી ઈયળ માટે AI-આધારિત સ્માર્ટ ટ્રેપ પણ લોન્ચ કરશે.