જાન્યુઆરી 13, 2026 7:17 પી એમ(PM)

printer

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાવનગરના અદ્યતન હણોલ ગામને આદર્શ ગામ ગણાવ્યું

ભાવનગરના હણોલ ગામમાં આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે હણોલને અદ્યતન અને આદર્શ ગામ ગણાવ્યું. તેમણે દેશના તમામ ગામને હણોલથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે હણોલમાં આજથી ત્રણ દિવસના ગ્રામીણ ઑલિમ્પિકનો પ્રારંભ થયો. આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા, પૂર્વ આંતર-રાષ્ટ્રીય ખેલાડી પી.ટી.ઉષા, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા સહિતનાં મહાનુભાવ ઉપસ્થિત રહ્યાં. આ પ્રસંગે શ્રી માંડવિયાએ રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહનનો હેતુ જીવનની ખેલદિલી શિખવવાનો હોવાનું જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.