કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે રાજસ્થાનના ઝૂંઝૂનુમાં 30 લાખથી વધુ ખેડૂતને ત્રણ હજાર 200 કરોડ રૂપિયાથી વધુની પાક વિમા દાવાઓની રકમનું વિતરણ કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું, આ દાવાની ચૂકવણી પ્રત્યક્ષ લાભ તબદીલી- D.B.T.ના માધ્યમથી ખેડૂતોના બૅન્ક ખાતામાં ડિજિટલ માધ્યમથી કરાશે.
કાર્યક્રમ દરમિયાન મધ્યપ્રદેશના ખેડૂતોને એક હજાર 156 કરોડ રૂપિયા, રાજસ્થાનના ખેડૂતોને એક હજાર 121 કરોડ રૂપિયા, છત્તીસગઠના ખેડૂતોને 150 કરોડ રૂપિયા અને અન્ય રાજ્યના ખેડૂતોને 773 કરોડ રૂપિયાની રકમ સીધી જ પ્રાપ્ત થશે. કાર્યક્રમમાં ઝુંઝૂનુ, સિકર, જયપુર, કોટપૂતલી—બહરોડ અને અન્ય જિલ્લાઓના ખેડૂતોની સારી ભાગીદારીની આશા છે. જ્યારે વિવિધ રાજ્યના લાખો ખેડૂત વર્ચ્યૂઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાશે.
Site Admin | ઓગસ્ટ 11, 2025 2:00 પી એમ(PM)
કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે રાજસ્થાનમાં 30 લાખથી વધુ ખેડૂતને પાક વિમા દાવાઓની રકમનું વિતરણ કરશે
