કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં ખાદ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. શ્રી ચૌહાણે નાગરિકોને કોઈ પણ કટોકટી સ્થિતિમાં શાંત રહેવા આગ્રહ કર્યો છે. નવી દિલ્હીમાં આજે શ્રી ચૌહાણે કહ્યું, સરકાર જમ્મુ-કાશ્મીર અને પંજાબ રાજ્ય સાથે ચર્ચા કરીને સ્થિતિ મુજબ, બીજ અને રોપાની સામગ્રીની વ્યવસ્થા સુનિશ્ચિત કરશે.
દરમિયાન ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું, આવશ્યક વસ્તુઓના વેપારમાં સામેલ વેપારીઓ, જથ્થાબંધ અને છૂટક વેપારીઓ તથા વ્યવસાયિક સંસ્થાઓને કાયદા અમલીકરણ સંસ્થાઓ સાથે સહયોગ કરવાનો નિર્દેશ અપાયો છે. તેમણે કહ્યું, સંગ્રહખોરી કે સંગ્રહમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિ સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરાશે.