કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમને ખેડૂતો તથા શ્રમિકોના વિકાસ માટે લેવાયેલું ઐતિહાસિક પગલું ગણાવ્યું. આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ નિમિત્તે દેશભરના ખેડૂતો સાથે વર્ચ્યૂઅલ સંવાદ કરતાં તેમણે આ વાત કહી. શ્રી ચૌહાણે કહ્યું, આ અધિનિયમમાં ખેડૂતો અને શ્રમિકોના વિકાસ માટે સશક્ત જોગવાઈ સામેલ કરવામાં આવી છે. નવા અધિનિયમે પહેલાથી લાગુ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરન્ટી અધિનિયમ – મનરેગાને વધુ મજબૂત કરી છે.
વિકસિત ભારત જી-રામ-જી અધિનિયમ ખેતીના સૌથી વ્યસ્ત દિવસોમાં શ્રમિકોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું, રોજગારના દિવસોની સંખ્યા 100થી વધારીને 125 કરવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 23, 2025 8:09 પી એમ(PM)
કેન્દ્રીય કૃષિમંત્રીએ વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમને ખેડૂતો અને શ્રમિકોના વિકાસ માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું