ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 29, 2024 7:17 પી એમ(PM)

printer

કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે આજે સુરતમાં વિવિધ ટેક્ષ્ટાઇલ પાર્કોની મુલાકાત લીધી હતી

કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે આજે સુરતમાં વિવિધ ટેક્ષ્ટાઇલ પાર્કોની મુલાકાત લીધી હતી. જેમાં સિટિઝન અંબ્રેલા મેન્યુફેક્ચરિંગ, કુસુમનગર કંપનીમાં લશ્કર માટે ઉપયોગમાં લેવામાં આવતા પેરાશુટ ફેબ્રિક,થર્મલ પ્રોટેકશન જેકેટ, મિલિટ્રી સેગમેન્ટ યુનિટની મુલાકાત લીધી હતી. કિમ સ્થિતડોઢીયા સિન્થેટિકસ કંપનીમાં 2.5 મિલિયન ટન કચરામાંથી રિસાયકલિંગ કરીને બનાવવામાં આવતા યાર્નમાંથી સાડી, સ્વેટર, શર્ટ, બુટ જેવા અનેક ઉત્પાદનો થતાં જોઈ કેન્દ્રીય મંત્રીપ્રભાવિત થયા હતા.સુરતની બેદિવસની મુલાકાતે આવેલા શ્રી ગિરીરાજ સિંહ આજે સાંજે સુરતમાં ભારત ટેક્સ 2025નાં પ્રચાર માટે રોડ શો યોજશે. તેમણે ગઈકાલે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે પીએમ મિત્ર પાર્ક અંગે કેન્દ્રઅને રાજ્ય સરકારના અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક યોજી હતી.